આપણા ખેતી પ્રધાન દેશમાં ખેતીના વિકાસ દ્વારા જ રાષ્ટ્રની પ્રગતિ થશે. ખેતીને સમ્રુધ્ધ બનાવવા માટે જળ સંચય ક્ષેત્રે વધુમાં વધુ જાગૃતિ આપણા તાલુકામાં છે. ત્યારે ચેકડેમ ક્ષેત્રે જામજોધપુર તાલુકો મોડેલ બને તેવિ અમારી નેમ છે. ચેક ડેમ પછી ફુવારા અને ટપક પધ્ધતિએ ખેતી થાય તો ખેતીમાં અનેરી ક્રાંતિ આવશે. પ્રસંગોપાત ખેતી ક્ષેત્રના નિષ્ણાત તજજ્ઞોને બોલાવી ખેડુત શિબીરો યોજવાની અમારી યોજનાઓ છે.